નમસ્તે મિત્રો ,જિ.પ.મરાઠી પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.. .

Saturday 15 June 2013

ધો.૧૧ સાયન્સમાં માર્કશીટની ઝેરોક્સને આધારે પ્રવેશ અપાશે***

ધો.૧૧ સાયન્સમાં માર્કશીટની ઝેરોક્સને આધારે પ્રવેશ અપાશે*** ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ ગુરુવારે જાહેર કરાયા બાદ હજી સુધી બોર્ડે માર્કશીટ વિતરણ અંગે કોઇ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. જેથી ધો.૧૧. સાયન્સની પ્રવેશ પ્રક્રિયાને લઇને રાજ્યભરના ડીઇઓ અને સાયન્સ શાળાના આચાર્યો મૂઝવણમાં મૂકાઇ ગયા છે. આ મૂઝવણ દૂર કરવા બોર્ડે તમામ ડીઇઓને ધો.૧૧ સાયન્સમાં માર્કશીટની ઝેરોક્ષને આધારે પ્રવેશ આપવા અંગેનો આજરોજ પરિપત્ર કર્યો છે. બીજીતરફ ધો.૧૧ સાયન્સની પ્રવેશ પ્રક્રિયા અને હાલની બેઠકોની સમીક્ષા કરવા આવતીકાલે અમદાવાદ શહેર-જિલ્લા ડીઇઓ અને સાયન્સ શાળાઓના આચાર્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં પરિપત્રને આધારે પ્રવેશ કાર્યક્રમની તારીખો અંગે પણ નિર્ણય લેવાશે.બોર્ડના પરિપત્ર મૂજબ જેતે જિલ્લાની પ્રવેશ સમિતિઓ ધો.૧૦ની માર્કશીટની ઝેરોક્ષને આધારે ધો.૧૧ સાયન્સની મેરિટ યાદીતૈયાર કરી પ્રવેશ ફાળવી શકશે. બીજીતરફ બોર્ડના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહની અંદર વિદ્યાર્થીઓને અસલ માર્કશીટ મળી જશે."

No comments:

Post a Comment