નમસ્તે મિત્રો ,જિ.પ.મરાઠી પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.. .

Thursday 26 September 2013

કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત

કેન્દ્ર સરકારના કર્મચારીઓને માટે એક મોટી ખુશખબર છે. બુધવારે કેન્દ્ર સરકારે કર્મચારીઓને માટે સાતમા પગારપંચની જાહેરાત કરી છે. આ પગાર પંચની રચના થવાથી અને તેમની ભલામણોના લાગૂ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓનું વેતન પહેલાના પ્રમાણે વધુ સારું થશે.

કેન્દ્ર સરકારની આ જાહેરાત આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવાના કારણોસર કરવામાં આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગારપંચની ભલામણો 1 જાન્યુઆરી 2006થી લાગુ થઈ હતી.
                                                                                                             Source : GGn news

સાતમા પગારપંચના ગઠનને મંજૂરી, સરકારી કર્મચારીઓને લ્હાણી


કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચની  ભલામણોને પહેલી જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરકારી કર્મચારીઓના મત મેળવવાની કવાયત તરીકે જોવામાં આવે છે.

નાણાપ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાને તેના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચને ભલામણો કરવા માટે સરરાશ બે વર્ષ જેટલો સમય થતો હોય છે.

નિવેદનમાં કહેવાયું  છેકે, તમામ પક્ષો સાથે ચર્ચા કરીને પગાર પંચના અધ્યક્ષ અને તેના સભ્યોના નામોની જાહેરાત કરાશે. . છઠ્ઠા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી 2006થી લાગૂ કરવામાં આવી હતી. કોગ્રેસના મીડિયા સેલના વડા અજય માકને  આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે, વર્ષ 2003માં ભાજપે છઠ્ઠા પગાર પંચની રચનાને મંજૂરી આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા.

ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડ્ડીએ આરોપ મુક્યો હતો કે, કેન્દ્રની યુપીએ સરકાર સત્તા ટકાવી રાખવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યાન્ન સુરક્ષા સ્કીમ અને ખેડૂતો માટે જમીન અધિગ્રહણ બીલ પસાર કરાવવામાં આવ્યા હતા. તેને પણ વોટબેન્ક ટકાવી રાખવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
                                                                                                        Source : Divya bhaskar

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે જાહેર કર્યુ સાતમું પગારપંચ

ચૂંટણી નજીક આવતાંની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે સાતમા પગારપંચ નીમવાની જાહેરાત આજે કરી છે. જેમાં પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓનો સમાવેશ થશે. આ જાહેરાતને કારણે 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ પગારપંચની ભલામણોનો લાભ 1 જાન્યુઆરી, 2016થી નોકરીયાત વર્ગને મળશે. 

આ પગારપંચની ભલામણનો લાભ કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ જેમ કે સંરક્ષણ મંત્રાલય, રેલ્વે તેમજ 30 લાખ પેન્શનરોને મળશે. આ જાહેરાત આગામી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવનારા વર્ષમા આવતી લોકસભા ચૂંટણી પહેલા કરવામા આવી છે. 

સરકાર દર દસ વર્ષે પગારપંચની નિમણૂંક પોતાના કર્મચારીઓ માટે કરે છે અને ઘણી વાર રાજ્યો કેન્દ્ર સરકારના પગારપંચને સ્વીકારે છે. સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું. 

આ પગારપંચના પ્રમુખ અને તેના સભ્યોના નામ ટુંક સમયમાં જાહેર થશે.
                                                                                                                               Source : Sandesh

No comments:

Post a Comment