નમસ્તે મિત્રો ,જિ.પ.મરાઠી પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.. .

Tuesday 9 July 2013

**આખરે 31 પ્રજ્ઞાચક્ષુઓ હવે બનશે સરકારી પ્રાથમિક શિક્ષક**

**આખરે 31 પ્રજ્ઞાચક્ષુઓ હવે બનશે સરકારી પ્રાથમિક શિક્ષક**

લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે 31 પ્રજ્ઞાચક્ષુઓ હવે બનશે સરકારી પ્રાથમિક શિક્ષક.પોતાના મૂળભૂત અધિકારો માટે અંધજનોએ અદાલતના દ્વાર ખખડાવ્યા અને ગુજરાત સરકારનેઝૂકવું પડ્યું.સરકારને વર્ષ 2010 અને 2011ના હકદાર પ્રજ્ઞાચક્ષુઓને પ્રાથમિક શિક્ષક તરીકે નિમણુક આપવી પડી છે.
100 ટકા અંધ વ્યક્તિ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે નહિ તેવા તર્કને આગળ ધરી પ્રજ્ઞાચક્ષુઓને પ્રાથમિક શિક્ષકની ભરતીમાંથી બાકાત રાખવામાં આવ્યા. પરંતુ લાયકાત હોવા છતાં ભરતી નહિ થવા સામે અંધજનોએ આંદોલન છેડ્યું. અદાલતી લડાઈ અને આંદોલનના પગલે આખરે તેમને પ્રાથમિક શિક્ષક તરીકે સરકારી નોકરી મળી ખરી. હવે પ્રજ્ઞાચક્ષુ આ ઉમેદવારો એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ કૈક એવું કરશે જેથી ભવિષ્યમાં રાજ્ય સરકાર કોઈ અંધજનને આવો અન્યાય નહિ કરે.સતત અંધકાર અનુભવતી આ આંખોમાં આખરે આશાનો અનુભવ થયો છે. કુદરતે તેમની આંખો છીનવી લીધી એટલું ઓછુ હોય તેમ રાજ્ય સરકારએ તેમના રોજગાર મેળવવાના મૂળભૂતઅધિકાર ઉપર તરાપ મારવાનો પ્રયાસ કર્યો. કુદરતના અન્યાય સામે લાચાર આ અંધજનો રાજ્યસરકાર સામે બાથ ભીડવા એક થયા. કોર્ટની અંદર અને કોર્ટની બહાર પણ લાંબી લડાઈ ચાલી, આખરે અંધજનોના વિશ્વાસનો વિજય થયો. હાઈકોર્ટનો ચુકાદો પ્રજ્ઞાચક્ષુઓની તરફેણમાં આવ્યો. સરકારને તેમને નોકરી આપવી પડી.
જો કે આ લોકોને તો ત્રણ વર્ષની લડત બાદ તેમનોહક્ક મળ્યો છે, પરંતુ કેટલાક એવા પણ કમનસીબ હશે જેમને જીવનભર આ પ્રકારે અન્યાય જ સહન કરવો પડ્યો હશે. અથવા ભવિષ્યમાં પણ કદાચ સંઘર્ષ કરવો પડશે. અહી સવાલ એ થાય છે કે ઉચ્ચ શિક્ષણનો અધિકાર જો તેમને મળતો હોય તો શિક્ષણ આપવા માટે તેમને કેમ યોગ્ય ગણવામાં આવતા નથી ?

No comments:

Post a Comment