નમસ્તે મિત્રો ,જિ.પ.મરાઠી પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.. .

Thursday 4 July 2013

બીએલઓ બૂથ ઉપર હાજર ન થાય તો સસ્પેન્સન સુધી પગલાં

બીએલઓ બૂથ ઉપર હાજર ન થાય તો સસ્પેન્સન સુધી પગલાં *.ઓર્ડરનો સ્વિકાર ન કરનાર શિક્ષક-બીએલઓને નોટિસ ફટકારાશે રાજકોટ:રાજકોટ શહેર અને જિલ્લાના બુથ લેવલ ઓફીસરોએ કલેકટર તંત્ર સામે લડત છેડી છે. જ્યાં સુધી ૧૧ થી૬ દરમિયાન મતદાર યાદીની કામગીરીનો આદેશ લેખિતમાં ન મળે ત્યાં સુધી કામગીરીનો બહીષ્કારનું એલાન આપ્યુ છે. રવિવારે પણ બુથ ઉપર નહીં બેસવાની અને સાહિત્ય પરત કરવાની ચીમકી તંત્રને આપી હતી. જેના અનુસંધાને કલેકટરે જણાવ્યુ કે,તા. ૭ના રોજ બુથ ઉપર હાજર જે બીએલઓ હાજરનહીં થાય તેમની સામે સસ્પેન્સન સુધીની કાર્યવાહી કરાશે. શિક્ષક-બીએલઓને હાજર થવા માટે ફરજના ઓર્ડરમળ્યા હોય તેમને પણ રવિવારે હાજર થઇ જવા તાકીદ કરાઈ છે.દરમિયાન,કલેકટર તંત્રમાંથી મળેલી માહિતી અનુસાર બીએલઓની લડત સામે ચૂટણી પંચ ઝૂકવા તૈયાર નથી. અગાઉ જેનક્કી થયુ છે તે પ્રમાણે સવારે બે કલાક અથવા સાંજે નોકરીમાંથી છૂટી મતદારોના ઘરે એટલે કે,ડોર ટુ ડોર મતદાર યાદીની ચકાસણી કરવાજવુ પડશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે,મતદાર યાદી સમય મર્યાદામાં પુર્ણ કરવાની હોઇ ચૂંટણી વિભાગ દ્વારા પણ કવાયત હાથધરવામાં આવી છે. બીજી તરફ રવિવાર સુધીમાં બીએલઓ તેમના ઓર્ડરનો સ્વીકારકરશે નહીં તો નોટિસ ઉપરાંત લોકપ્રતિનિધિત્વધારાની કલમ હેઠળ ફોજદારી કાર્યવાહીની પણ જોગવાઇ છે. ચૂંટણી જેટલી જ મતદારયાદીની કામગીરી ગંભીર ગણાવાઇ રહી છે. કોઇ પણ ભોગે બીએલઓએ રવિવારે બુથ ઉપર હાજર રહેવુ પડશે અને મતદાર યાદીની કામગીરી સત્વરેહાથ ધરવી પડશે. તેમાં બેદરકાર સાબીત થશે તો કડક કાર્યવાહી કરાશે. તેમ,કલેકટરે ઉમેર્યુ હતુ. Source Divya Bhaskar

No comments:

Post a Comment